અમારા વિશે
ગુજરાત રાજ્ય તેમજ વિદેશ માં વસતા આપણા સમસ્ત પ્રજાપતિ સમાજના શિક્ષિત સંસ્કારી પરિવારોને એક માધ્યમ થી જોડવાના નાના એવા પ્રયાસ રૂપે અમોએ મોબાઈલ એપ્લીકેશન પ્રજાપતિ સ્પીરીટ
ની શરૂઆત કરેલ છે. વર્ષ ૨૦૦૮ થી પ્રિન્ટ મીડિયા ના માધ્યમથી પ્રજાપતિ સમાચાર
તેમજ પ્રજાપતિ સ્પીરીટ મેગેઝીન
ના વર્ષોના સામાજિક રચનાત્મક કાર્યોના આધારે અને હાલનો સોશ્યલ મીડિયાનો યુગ મોબાઈલનો યુગ છે. જેથી પ્રજાપતિ સમાજ માટે એક પારિવારિક ડીઝીટલ લાઈબ્રેરી સ્વરૂપે પ્રજાપતિ સ્પીરીટ
એપ્લીકેશન ડેવલપ કરીને હમેશા સરળ,પ્રામાણિક અને મહેનતુ એવી આપણી પ્રજાપતિ જ્ઞાતિને કોઈના કોઈ સ્વરૂપે મદદરૂપ થવાનો એકમાત્ર ધ્યેય અમારો છે.
પ્રજાપતિ સમાજના પારિવારિક વ્યવહારિક સગાઈ સગપણના કાર્યોમાં પ્રજાપતિ સ્પીરીટ
નું બાયોડેટા પ્લેટફોર્મ ખુબજ ઉપયોગી થાય એવું છે. ઘેરબેઠા દુનિયાના કોઈપણ છેડે સુધી વ્યક્તિગત સંપર્કો આપ અમારા આ માધ્યમ દ્વારા મેળવી શકો છો. એકંદરે પ્રજાપતિ સમાજના સર્વ ગોળ,પેટા ગોળને ભૂલીને "નામે પ્રજાપતિ એક" ની પવિત્ર જ્ઞાતિ ભાવનાથી એકતા,અખંડતા અને ભાઇચારાના હેતુ સાથે ડેવલપ થઇ રહેલ પ્રજાપતિ સ્પીરીટ
માં વધુમાં વધુ જ્ઞાતિજનો જોડાઈને એકબીજાના સાથ સહકાર થકી સામાજિક એકતાનો આવાઝ બુલંદ કરીને આવનારી પેઢીઓ માટે આપણે સૌ કૈંક કરી છૂટીએ. જય પ્રજાપતિ.